'બિગ બોસ 11'નો ખિતાબ શિલ્પા શિંદેએ જીતી લીધો હતો. રવિવારે બિગ બોસનું ગ્રાન્ડ ફિનાલે લોનાવાલામાં યોજાયુ હતું. શિલ્પા શિંદેને ટ્રોફી સાથે પ્રાઇઝમનીના રૂપમાં 44 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ટોપ 2માં શિલ્પા શિંદે સાથે હિના ખાન પણ પહોચી હતી પરંતુ તે ખિતાબ જીતવાથી ચુકી ગઇ હતી.