અમેરિકાના મોટાભાગના વિસ્તારો ઉપર બોમ્બ નામનાં વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. આ વાવાઝોડાને પગલે એક ઘરવિહોણી વ્યક્તિ સહિત 17 લોકોનાં મોત થયાં છે. અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં નદી અને તળાવનાં પાણી પણ બરફમાં પરિવર્તિત થઈ ગયાં છે. નાયગ્રા ધોધનો કેટલોક ભાગ થીજી ગયો છે. આ ઉપરાંત અનેક સ્થળે ફુવારા અને પાણીના સ્રોતોમાં બરફ જામી ગયો છે.