અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટના રોજ થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના 912 સ્થાનમાંથી પવિત્ર માટી અને જળ મોકલવામાં આવશે. સમગ્ર રાજ્યના સંતોના હાથે આજે તેમનું પૂજન કરી વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાતના ચાર કાર્યકતાઓ માટી અને જળને અયોધ્યા લઇ જશે. ભવ્ય રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આહવાન મુજબ દેશના બધા જ મઠો, મંદિરો અને પવિત્ર સ્થાનોની માટી અને જળ એકત્રિત કરી 5મી ઓગસ્ટે ભૂમિપૂજનના કાર્યક્રમમાં અયોધ્યા મોકલવાની યોજના બનાવી હતી. જ્યારે ભક્તોએ 5 ઓગસ્ટના રોજ સાંજે ઘરે દીપપ્રાગટય કરી અને ભવ્ય રામમંદિરના નિર્માણના ભૂમિપૂજનની ઉજવણી કરવા માટે સંતો અને મહંતોએ અપીલ કરી હતી.