રક્ષા મંત્રાલયે 10 વર્ષથી ઓછી સેવા આપનાર સૈનિકો માટે દિવ્યાંગતા પેન્શનની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી આ પેન્શન સશસ્ત્ર દળોના ફક્ત તે જવાનોને આપવામાં આવતુ હતું જેમણે 10 વર્ષથી વધુ વર્ષ સેવા આપી હોય અને તે કારણે દિવ્યાંગ થયા છે જે સૈન્ય સેવા સાથે આનુષંગિક નથી.
હકીકતમાં અત્યાર સુધી દિવ્યાંગ થવાના સમયે જો કોઇ સૈનિકની સેવા 10 વર્ષથી ઓછી હોય તો તેને ફક્ત દિવ્યાંગતા ગ્રેચ્યુટીની જ ચુકવણી કરવામાં આવતી હતી. મંત્રાલયે જણાવ્યું કે સશસ્ત્ર દળોનો કોઇપણ કર્મી જેની સેવા 10 વર્ષથી ઓછી હોય અને કામ કરવામાં અસમર્થ હોવાના કારણે તેને સ્થાયી રૂપે હટાવી દેવામાં આવ્યા છે, તેને પણ આ નિર્ણયથી લાભ થશે. આ આશયના પ્રસ્તાવને રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે. નવો નિયમ 4 જાન્યુઆરી 2019થી પ્રભાવી થશે.