રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના બળવાખોરો સામે નરમ પડતા કહ્યું હતું કે, જે લોકો સરકાર તોડી પાડવાના કાવતરાંમાં હતા, તેમને હાઇકમાન માફ કરી તો હું પણ તેમને ગળે લગાવીશ. બીજી તરફ તેમણે વડાપ્રધાન મોદી ઉપર પણ નિશાન સાધતા કહ્યું કે, રાજસ્થાનમાં ચાલતો તમાશો બંધ કરાવવો જોઇએ. અહીં વિધાનસભ્યોના ખરીદવેચાણના ભાવ વધી રહ્યા છે, આ શું તમાશો છે ? મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, ભાજપ ચૂંટાયેલી સરકારોને તોડી પાડવાના ખેલમાં પડી છે અને લોકતંત્રને બચાવવા માટે અમારે આ બધું કરવું પડી રહ્યું છે. આ બધું કરવાનું અમને પણ સારું લાગતું નથી. વસુંધરા રાજે મોટી નેતા છે. તેમની સામે ટક્કર લેવામાં રાજેન્દ્ર રાઠૌર અને સતીષ પૂનિયા સરકાર તોડી પાડવાનું કાવતરું ઘડી રહ્યા છે. વસુંધરા રાજેને નીચું દેખાડવા માટે આ બધું ચાલે છે. વસુંધરાજી ખબર નથી, આજકાલ ક્યાં છે ? રાજસ્થાનમાં જે તમાશો ચાલી રહ્યો છે, તે બંધ કરાવવો જોઇએ.