Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુકેશ આંજણા

જે માણસ ભૂલ કરતો નથી તે સારી રીતે જિંદગી જીવવા સાથે પ્રગતિ કરી શકતો નથી. જીવન જીવવાની સાથે ભૂલો થતી રહે છે તેમાંથી અવનવું  શીખીને માણસ નવી ઊંચાઈ તરફ જઈ શકે છે. ભૂલ કરવીએ માણસ હોવાનો ગુણ છે અને તેનો સ્વીકાર કરવાથી વિશ્વાસનું સર્જન થાય છે.

કેટલીક નાની-નાની ભૂલો માણસને પજવતી હોય છે. માણસે ભૂલ કરતા ડરવું જોઈએ નહીં કારણ કે  કેટલીક ભૂલો થાય ત્યારે જીવન જીવવાનો નવો વળાંક મળે છે તેનાથી પ્રગતિના કિનારા તરફ જઈ શકાય છે.

માણસે મહાન સિધ્ધિ હાંસલ કરી હોય ત્યારે  તેની જીવન અનુક્રમણિકા તપાસ  કરીએ  તો આપણ ને ખ્યાલ આવે છે એ માણસે કેવી કેવી ભૂલો કરી કેવી સિદ્ધિ પ્રાપ્ત છે. સફળ થનારા માણસો ભૂલો કરીને વિકાસના રસ્તા શોધ્યા છે. ભૂલ નામનું તત્ત્વ એવું છે કે માણસનાં જીવનમાં બધી રીતે ખામી સુધારવાનો અવકાશ આપે છે. ભૂલો કરીએ ત્યારે આપણને આપણી અંદર ચાલતા વિચારોને તપાસવાનો મોકો મળે છે. જીવન સુવર્ણમયર બને છે અને જીવન વિશ્વાસથી ભરાઈ જાય છે.

ભૂલો કરનારા માણસો દુનિયામાં બહું મોટું સર્જન કરે છે. ભારત અને પશ્ચિમના  દેશોનાં યુવાનોમાં  ઘણો તફાવત  છે. ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં નોકરી બાબતે યુવાનોને પહેલી તક આપવામાં આવે છે. પશ્ચિમના દેશોના યુવાનોમાં ભૂલ કરવાની હિમ્મત છે, ભૂલ કરશે, પ્રયોગ કરશે અને નવું નવું જાણીને ભૂલો સુધારીને મહેનતું માણસ બનશે. જીવનમાં સાહસ કરીને એક ક્રાંતિકારી વિચારનું બીજ રોપશે. આપણે ત્યાં અલગ પરિસ્થિતિ છે. સામાન્ય માણસથી માંડીને મોટી કંપનીના અધિકારી પણ ભૂલોને છુપાવશે, ઘણી વખત આપણે ભૂલો કરતા હોવા છતાં સ્વીકારવાની વાત તો દૂર રહી પણ ભૂલને છૂપાવીએ છીએ. આ બધુ માણસની પ્રગતિ અટકાવી દે છે, ભૂલ સ્વીકારવીએ બહાદુરી છે, તે જીવનની નિખાલસતાનો ઉત્તમ ગુણ છે.

આપણે ત્યાં માણસ જો ભૂલો કરે તો તેના પર ટીકાનો વરસાદ વરસી પડે છે. જો ધંધામાં ભૂલો કરવાથી નિષ્ફળતા મળે તો જીવનનું જાણે આવી બને છે. દુનિયાની અંદર કોઈ માણસ સંપૂર્ણ નથી. દરેક મા-બાપનો દીકરો ભૂલો કરીને નિષ્ફળતા મેળવે છે ત્યારે ભૂલ સુધારવાનો મોકો આપવો જોઈએ. કારણ કે ભૂલ  તે માંથી  સામાન્યથી માંડીને મોટા માણસ સુધી થતી હોય છે. ભૂલો કરવાની સાથે સાથે ભૂલો સુધારતા જઈએ તો જીવનમાં ટીકાથી પણ બચીશું અને એનાથી આપણને જીવનમાં કેટલીક ઉપયોગી જે આપણે તે જાણવા શીખવા મળશે. કોઈ પણ માણસ ગમે તેટલો હોંશિયાર હોય તે માનવી દિવસ દરમ્યાન ઓછામાં ઓછી ચારથી પાંચ મિનિટ મુર્ખામીભર્યું કાર્ય કરતો હોય છે.  દરેક વ્યક્તિ પાસે એક નોંધપોથી હોવી જોઈએ. જેમાં તેણે પોતે કરેલા કાર્યો અને એ કાર્ય કરવા દરમિયાન થયેલ ભૂલોની નોંધ રાખવી જોઈએ. અને જ્યારે સમય મળે ત્યારે એ નોંધપોથીનો અભ્યાસ કરી સ્વ- સુધારણા કરતા રહેવું જોઈએ.

ભૂલો કરતા હોઈએ ત્યારે આપણે આલોચનાનો ભોગ બનીએ છીએ. ચાર્લ્સ ડાર્વિને કહ્યું છે કે  જીવનમાં ડગલે ને પગલે સમસ્યા આવે છે. જીવનમાં આપણી ટીકા કરનારને શ્રેષ્ઠ કાર્ય કરીને હરાવી શકાય છે.  ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરિજીન ઓફ સ્પીસીઝ’’ નામનું પુસ્તક લખ્યું ત્યારે તેને લાગ્યું કે આ પુસ્તક સર્જનાત્મક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે હલચલ મચાવી દેશે. તેથી કોઈ પોતાની ભૂલો ન કાઢે તે માટે આ પુસ્તકનાં  પુનર્વિચાર  પાછળ પંદર વર્ષ ગાળ્યા હતા અને પોતાની ભૂલો જાતે જ શોધી હતી. જીવનમાં ભૂલો કરતાં રહેવું એમાં જીવનનું તથ્ય છૂપાયેલું છે. જીવનમાં હર હંમેશા આશાનું  કિરણ જોવા માટે ભૂલો કરતા રહો. ભૂલ કર્યા પાછળનું કારણ શોધતા રહેશો તો વિકાસ થતો રહેશે. મિસિસ ઓલરેડે કહ્યું છે, ‘જીવનમાં ગમે તેટલી મુસીબતોનો સામનો કરવો પડે, લોકો તમારી ગમે તેટલી ટીકા કરે, તે સહન કરી લેજો, પણ તમારી જાતને દુનિયાની સામે જે છે તે જ રજૂ કરજો. બીજા કોઈના સ્વરૂપ કે બીજા કોઈના જેવા બનીને ઊભા રહેવાનો પ્રયત્ન કદાપિ ન કરશો.’

માણસ ભૂલો કરે ત્યારે વધુ જાગૃત બને છે, ભૂલની પ્રક્રિયા માણસને ચેતવે છે અને જીવનને સુધારવાનો મોકો આપે છે. માણસ ઘણી વખત ભૂલો કરે ત્યારે એવું વિચારે છે કે મારાથી આટલી બધી ભૂલો કેમ થાય છે સમજણ કેળવવી જોઈએ. જીવનને સ્વીકારવું એટલે પોતાની ફરજ સ્વીકારવી. આ માટે તેણે યોગ્ય માણસ ગમે તેટલો હોંશિયાર હોય, તેણે ગમે તેટલી ડિગ્રી પ્રાપ્ત કરી હોય, જીવનમાં ખૂબ જ માન-સન્માન હાંસલ કર્યું હોય પણ ભૂલો કરતા ડરતો હોય અને એનામાં ભૂલ સ્વીકારવાની હિમ્મત ન હોય તો  તેવા માણસો વાસ્તવિકતાથી દૂર રહીને જીવન જીવે છે.

રાતનાં સમય ફૂલ ગમે તેટલું ખીલે અને સુંદર દેખાય પરંતુ ઉગતા સૂર્યનાં સોનેરી કિરણો વચ્ચે જેટલું સુંદર દેખાય એટલું રાતનાં સમયે એ દેખાતું નથી. માણસનું જીવન છેલ્લું સમાધાન સત્ય છે. મૌન રહીને પોતાની ભૂલોને ભૂલોને પંપાળ્યા કર્યા કરતાં ભૂલોમાંથી કશુંક શીખીને આગળ વધવામાં માણસની સ્માર્ટનેસ છે. પારદર્શક જીવીશું તેમાં ઘણા ફાયદા છે કેમ કે તેના લીધે પ્રતિભા ખીલે છે, જીવનનું આંગણું ખાલીખમ ન હોવું જોઈએ. જીવનનું આંગણું હર્યું ભર્યું હોવું જોઈએ. હવે એક મહત્ત્વની વાત છે જો ભૂલ સમયસર સુધારવામાં ન આવે તો જીવનની પ્રગતિ રૂંધાઈ જાય છે. કેટલીક ભૂલો તો એવી હોય છે કે જીવનને એવી ખીણમાં ધકેલી દે છે જાણે આપણે ચારેબાજુ સમસ્યાથી ઘેરાઈ જઈએ છીએ.

પ્રયોગ કરતા રહેવું, ભૂલો કરતા રહેવું અને ઉંમરનો ખ્યાલ રાખ્યા વગર શીખતા રહેવું તે જીવનનું મૂળ સ્વરૂપ છે. સમયની સાથે તાલથી તાલ મેળવવા માટે સમયનાં સથવારે શીખતા રહેવું તે માણસની જિંદગીમાં રૂડી રૂપાળી ઘડીનું નિર્માણ કરે છે. ભૂલો કરવી એ જીવન સાથેનો સંવાદ કરવાની પળને આકાર આપે છે. હું સફળ થવા માટે ભૂલો કરતો રહીશ અને મારી મંઝિલને પ્રાપ્ત કરવા માટે મથતો રહીશ...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ