મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિન્ક કરાવવા માટેની મુદત લંબાવવામાં આવી છે. સુપ્રીમકોર્ટે આ મામલે સામાન્ય નાગરિકોને રાહત આપી છે. આ બાબતે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની વડપણવાળી બેન્ચે જણાવ્યું હતું કે સરકાર ફરજીયાત આધારલિન્ક માટે દબાવ ના પાડી શકે. આ મામલે ચુકાદો આવવા સુધી સરકારે નાગરિકોને વચગાળાની રાહત આપવાની રહેશે. આધાર લિન્ક માટે લોકોને દબાણ કરાય છે.