Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં સુરતના યુવક સિરાજ યાકુબભાઇ પટેલ (36)ની તેનાજ ૩ મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાગીદારીના ધંધામાં ખોટ જતા સિરાજ અને તેના મિત્રો વચ્ચે ડખો થયો હતો જેના કારણે તેના મિત્રોએ તેની હત્યા કરી હોવાનું જણાવાય છે. સુરતના કોસાડ, જંબુસર અને કાવીના આ યુવકો ખૂની ખેલ ખેલી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

ન્યુ રાંદેર રોડ પર અમી સોસાયટીમાં રહેતા સિરાજ યાકુબભાઇ પટેલ સાડા ત્રણ વર્ષ પહેલાં રોજીરોટી માટે સાઉથ આફ્રિકા ગયા હતા. તેઓ આફ્રિકાના પ્રિટોરિયા નજીક લોડિયમ શહેરમાં રહેતા હતા અને નોકરી પણ ત્યાં કરતા હતા. થોડાં સમય પહેલાં સિરાજભાઇએ મિત્રો સાથે પાર્ટનરશીપમાં હાર્ડવેરની દુકાન શરૂ કરી હતી. આ ધંધામાં નુકશાન થયું હતું. આ અંગે સિરાજના પિતરાઇ ભાઇ તૌસિફ પટેલે જણાવ્યું હતું કે, સિરાજે કોસાડના અયાઝ અસાલી, જંબુસરના માઝ મલેક અને કાવીના અયાઝ બાપુ સાથે પાર્ટનરશીપમાં ધંધો શરૂ કર્યો હતો પણ આ ધંધામાં મોટી ખોટ જતાં સિરાજભાઇએ પોતાની ઇન્વેસ્ટમેન્ટની રકમ તેમના ભાગીદારો પાસે માંગવાનું શરૂ કર્યુ હતું.

સિરાજના ભાગીદાર મિત્રો રૂપિયા આપવામાં આનાકાની કરતા હતા. ગત શુક્રવારે રાત્રે તેઓએ સિરાજ પટેલને પૈસા આપવા માટે લોડિયમથી જ્હોનિસબર્ગ બોલાવ્યા હતા. અહીં બિસ્મિલ્લાહ વિસ્તારમાં ત્રણેય મિત્રોએ ઝઘડો કરી સિરાજને ગળા, છાતી અને જાંઘના ભાગે ચપ્પુના 4-5 ઘા માર્યા હતા. હુમલો કરી આ ત્રણેય આરોપી ભાગી છૂટયા હતા. ઘટના સ્થળ પર જ સિરાજ પટેલનું મોત થઇ નીપજ્યું હતુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ