પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. મંગળવારની સાંજે જ તેમને દિલ્હીની એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે તેમને હ્રદય રોગનો હુમલો થયો હતો. બીજેપીનાં મોટા નેતાઓ એમ્સ દોડી આવ્યા હતા. તો સુષ્મા સ્વરાજનાં મોતનાં સમાચાર મળતા જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. દિગ્ગજ નેતાઓએ સુષ્મા સ્વરાજનાં નિધન પર દુ:ખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી છે.
આજે બુધવારનાં 3 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે અને લોધી રોડનાં સ્મશાન ગૃહમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજેપીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, “12 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે કાર્યકર્તાઓ અને લોકો દ્વારા અંતિમ દર્શન માટે સુષ્માજીનાં નશ્વર શરીરને બીજેપી મુખ્યાલયમાં રાખવામાં આવશે.” તેમણે જણાવ્યું કે, “આજે સવારે 11 વાગ્યા સુધી તેમના નશ્વર શરીરને તેમના નિવાસસ્થાન પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.” બપોરે 3 વાગ્યે રાજકીય સમ્માન સાથે સુષ્મા સ્વરાજનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.