Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરમાં તબાહી મચાવી છે. જોકે હજુ સુધી તેનો કોઈ તોડ નથી નીકળ્યો, ત્યારે હવે યોગગુરુ રામદેવની પતંજલિ કંપનીએ દાવો કર્યો છે કે. તેણે આ મહામારીને માત આપતી દવા તૈયાર કરી છે.

મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે કહ્યું કે વિશ્વ કોરોના વાયરસની કોઈ દવાઓ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. આજે અમને ગર્વ છે કે આપણે કોરોના વાયરસની પ્રથમ આયુર્વેદિક દવા તૈયાર કરી છે. આ આયુર્વેદિક દવાનું નામ કોરોનિલ છે.

રામદેવે કહ્યું કે આજે એલોપેથિક સિસ્ટમ દવાને લીડ કરી રહ્યું છે. અમે કોરોનિલ બનાવી છે. જેમાં અમે ક્લિનિકલ કંટ્રોલ અભ્યાસ કર્યો હતો, સો લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતુ. ત્રણ દિવસની અંદર 65 ટકા દર્દીઓ પોઝિટિવ માંથી નેગેટિવ થયા છે.

યોગગુરુ રામદેવે કહ્યું કે સાત દિવસમાં 100 ટકા લોકો સાજા થયા. અમે તેને સંપૂર્ણ સંશોધન સાથે તૈયાર કર્યું છે. અમારી દવામાં સો ટકા રિકવરી દર અને શૂન્ય ટકા મૃત્યુ દર છે. રામદેવે કહ્યું કે ભલે લોકો અમારા આ દાવા પર સવાલ કરે છે તો પણ અમારી પાસે દરેક સવાલોના જવાબો છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.

પત્રકાર પરિષદમાં યોગગુરુ રામદેવે કહ્યું કે આ દવા બનાવવા માટે માત્ર દેશી તત્વોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલેઠી કાઢા સહિતની ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ થતો હતો.

રામદેવે કહ્યું કે આયુર્વેદથી બનેલી આ દવા આવતા સાત દિવસમાં પતંજલિની દુકાનમાં મળી જશે. ઉપરાંત સોમવારે એક એપ શરૂ કરવામાં આવશે. જેની મદદથી આ દવા ઘરે પહોંચાડવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ