ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે શુક્રવારે લેહ, લદાખ અને એલઓસીની મુલાકાત લઈને આર્મી દ્વારા કરવામાં આવેલી સુરક્ષાની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. ગાલવાન ઘાટીમાં ભારતના ૨૦ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશો વાતચીત દ્વારા સીમાવિવાદ ઉકેલવા પ્રયાસો કરી રહ્યા છે પણ વિવાદ કેટલો ઉકેલી શકાશે તેની કોઈ ગેરંટી નથી. ચીન સાથેના સીમાવિવાદ મામલે તેમણે કહ્યું કે અત્યાર સુધી જે વાતચીત થઈ છે તે જોતાં વિવાદ ઉકેલાઈ જવો જોઈતો હતો, પણ વિવાદ કેટલો અને કેવી રીતે ઉકેલી શકાશે તેની કોઈ ગેરંટી નથી. જો કે હું આપને એટલી ગેરંટી આપી શકું કે આપણી એક ઇંચ જમીન દુનિયાની કોઈ શક્તિ છીનવી શકશે નહીં.