જમ્મુ-કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમ પર આતંકવાદી હુમલો કર્યો છે. આ હુમલામાં CRPFની 179 બટાલિયનના બે જવાન શહીદ થઈ ગયા છે જ્યારે એક જવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગોળીબારમાં બે નાગરિકો મોતને ભેટ્યા છે. પ્રાપ્ય જાણકારી પ્રામણે આતંકવાદીઓએ પૂર્વ તૈયારીઓ કરીને પેટ્રોલિંગ કરી રહેલી CRPFની ટીમ પર હુમલો કર્યો હતો.
સોપોરના મોડલ ટાઉનમાં CRPFની નાકા પાર્ટી પર બુધવારે સવારે આતંકવાદીઓ તરફથી ભીષણ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. જેમાં ત્રણ જવાન અને બે નાગરિકોને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે જવાન શહીદ થયા તેમજ બે નાગરિકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF અને સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશનમાં આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે. ઘાટીમાં જવાનોએ આતંકવાદીઓનો સફાયો કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જૂન મહિનામાં 48 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. જેના કારણે આતંકવાદીઓ ઉશ્કેરાયેલા છે.