જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે સવારે સર્જાયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, કુલગામન નાગનાડ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ શુક્રવારે સવારે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, નાકબંધી બાદ ત્યાં ફાયરિંગ શરૂ થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની પાસેથી રાઈફલ મળી આવી છે. પોલીસે જણાવ્યું છે કે, અથડામણ હજુ ચાલું છે.
આ વર્ષ 2020માં અત્યાર સુધી સુરક્ષાદળોએ ત્રણ ડઝનથી વધારે ઓપરેશનોમાં લગભગ 100 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે 126ની ધરપકડ કરવામાં આવી છે.