Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઘરમાં સારા પુસ્તકો હોય તે ઘર મંદિરથી ઓછું ન કહેવાય. પુસ્તકોએ સંસ્કારનો કુમળો છોડ છે. ઘર ગમે તેટલા વૈભવ વિલાસથી ભરપુર હોય, બધા પ્રકારની સુખ,સાહબી હોય પણ જે ઘરોમાં સારા પુસ્તકો ન હોય તે ઘર કહેવાય નહી, તે માત્ર પથ્થરોથી બનેલી ઈમારત કહેવાય. જ્યાં સારા પુસ્તકોનું વાંચન થાય તે ઘર તો પવિત્ર મંદિર સમાન છે. જેમ સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે તેવી રીતે સારા પુસ્તકોનું વાંચન કરવાથી આખું જીવન ઉજળું બને છે.

મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગ માં લખ્યું છે કે મારા જીવનમાં ઊંડી છાપ પાડનાર આધુનિક ત્રણ મહાન મનુષ્યો છે, જેમાં રાયચંદભાઈ એ તેમના જીવંત સંસર્ગથી, લિયો ટોલસ્ટોય રચિત વૈકુંઠ તારા હૃદયમાં છે” (ઘ કિંગ્ડમ ઓફ ગોડ ઇઝ વિધિન યૂ) નામના પુસ્તકોથી, રસ્કિન રચિત પુસ્તક અન ટુ ધીસ લાસ્ટ નામના પુસ્તકોથી અને હેનરી ડેવિડ થોરોના સવિનય કાયદાનો ધર્મ વિશેના નિબંધ અને દક્ષિણ આફ્રિકાની મારી પ્રવૃતિને શાસ્ત્રીય સમર્થન મળ્યું... ગાંધીજીએ આત્મકથામાં આગળ લખ્યું છે કે, મારી એવી માન્યતા છે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મે રસ્કીનના ગ્રંથ રત્નમાં જોયું અને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું. તેમનાં વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો. આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગૃત કરવાની શક્તિ જે ધરાવે છે તે કવિ છે. બધા ઉપર કવિની સરખી અસર નથી કેમ કે બધામાં સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી...

ગાંધીજી આગળ લખે છે તે વાત ઘણી મૂલ્યવાન લાગે છે. સર્વોદયનાં સિદ્ધાતો હું આમ સમજ્યો છું (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (૨) વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો  છે (૩) .સાદું -મજુરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. ગાંધીજીએ પુસ્તકોથી દુર થતા માનવીને સંદેશો આપતા કહ્યું છે કે પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાંય અધિક છે જીવનને નવી દિશા આપવા માટે સારા પુસ્તકો ખૂબ જ મદદરૂપ નિવડે છે. ઘણી વખત માણસ નિરાશાની માયા જાળ વચ્ચે ફસાઈ જાય છે તારે તે માંથી બહાર નીકળવું ખૂબ જ કઠીન હોય છે એવા સમયે સારા પુસ્તકોનું વાંચન કરવાથી જીવન જીવવાનો માર્ગ મળી રહેતો હોય છે.

પુસ્તકો દિવ્ય જ્યોતિ સમાન છે. પુસ્તકોનું વાંચન કરવાથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે અને પરિવર્તનના પુષ્પો ખીલે છે. બાન્ટ્રેડ રસેલ નામના મહાન લેખકના જીવન પર પુસ્તકોની ખૂબ જ પ્રભાવશાળી અસર રહી હતી. અંગ્રેજી સાહિત્યના મહાન લેખક બાન્ટ્રેડ રસેલે મૈરેજ એન્ડ મોરલ્સનામના વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકમાં લખ્યું છે કે ,હું એ દિવસની રાહ જોઉં છું. જયારે દીવાન ખાનાના ફર્નીચર જેટલી જ સત્વશીલ સાહિત્યની જરૂર ગણાશે. એથી જ હું કોઈ પણ દીવાન ખાનની અંદર પડેલા સામયિકો અને પુસ્તકો તરફ નજર નાખી લઉં છું. મારે મને સાહિત્યએ વ્યક્તિના સાચા સંસ્કારનો માપદંડ છે. વિનય વિવેક પ્રફુલ્લતા-નિષ્ઠા આ બધાનું મૂલ્ય છે. આ ગુણોના વર્ધનમાં સાહિત્ય જેટલું ઉપકારક  પરિબળ તેનાથી બીજું કોઈ નથી. જે લોકો શબ્દની શક્તિ પ્રમાણે છે તેમના માટે સારા પુસ્તકો એક મહત્વની મૂડી બની જાય છે અને પોતે તો મહાન મૂડીનો ઉપયોગ કરે જ છે; એ સાથે  પોતાના મિત્રો- સ્વજનનો અને પરિવારને પણ એનો લાભ આપે છે

સંત કેદારનાથજીએ સારા પુસ્તકોના વાંચનથી જીવનને ઉજળું બનાવી શકાય તેની વાત કરી છે. તેઓ કહે છે , જો આપણામાં વિવેક હોય તો આપણે જાણી શકીએ કે જીવન શુદ્ધ કરવામાં જ આપણા સર્વનું કલ્યાણ છે. જીવન શુદ્ધ કેવી રીતે શકાય છે ? તેનો જવાબ આપતા કહે છે કે, આપણી પાસે જ સદ્ સાહિત્ય છે એનો ઉપયોગ કરવો આવશ્યક છે. જેમાં મહાપુરુષોએ જીવનને શુધ્ધ  કરવા માટે શીલ અને સદાચાર સ્વીકારવાની વાત કહી છે. એવા સાહિત્યનું જો આપણે અઘ્યઅન કરીને તેના પર મનન કરીએ અને  જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સુખી થાય અને જીવનને સદા માટે પ્રકાશિત રાખે તેવી સાર્થકતા પ્રાપ્ત થાય. હંમેશા સારા પુસ્તકોના વાંચનનો આગ્રહ રાખવાથી જીવનનું મૂલ્ય સમજાય છે. મહારાષ્ટ્રમાં શંકર વૈદ્ય નામના કવિએ પુસ્તકો વિશે મજાની કવિતા લખી છે. આ સુંદર કવિતા વાંચીને પુસ્તકોને સ્પર્શ કરવાનું મન થાય અને એકાદ પુસ્તકને કબાટના કારાગૃહ માંથી આઝાદ કરવાનો સંકલ્પ કરીએ તોય ગણું છે.

પુસ્તકો સપનામાં આવે અને પૂછે,તે અમને ઓળખ્યા કે?

વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે,

અને અથાગ પાણી થઈને છલકાતા પૂછે,

તું ક્યારેય અમારામાં  નાહ્યા છે કે તર્યો છે કે?’

પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય અને પૂછે

અમારાં ફળો ક્યારે ખાધાં છે કે?’

છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે?’

પુસ્તકો ફરફરતો પવન થઈ જાય અને પૂછે

શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યા છે કે?

પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે, એક પછી એક

દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હો બેસી રહુ ચૂપચાપ

બસ એમની સામે જોતો ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે અને કહે

એટલે સરવાળે તો અમારી જિદંગી ફોગટ જ ને

પુસ્તકો મુંગામંતર થઈ જાય, ઝુર્યો જાય

જાતનેં ઉધઈને હવાલે કરે એ,

આખરે આત્મહત્યા કરે ઘરમાંને ઘરમાં જ, બંધ કબાટના કારા ગૃહમાં

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, જેવી રીતે શરીરને માટે કપડાં, બુટ અને ચંપલ વગેરે ચીજ વસ્તુની જરૂર પડે છે તેવી રીતે મનને માટે પુસ્તકોની જરૂર પડે માણસ માટે પુસ્તકો ત્રીજી આંખ કહેવાય છે તે જીવનના લક્ષ સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે

ચીનમાં તાઓવાદની ફીલોસુફી આપનાર મહાન સંત કન્ફ્યુશિયસે કહ્યું છે કે, સંસ્કારી મનુષ્ય ત્રણ દિવસ સુધી વાંચી ન શકે તો એને લાગે છે કે એના જીવન માંથી સુગંધ ઉડી ગઈ છે. જીવનમાં ખુશીયોની ફોરમ પ્રસરાવવી હોય તો સારા પુસ્તકોના વાંચનનો રસ કેળવવો જોઈએ. પુસ્તકો ચોક્કસપણે જીવનને પ્રકાશિત કરે છે. સફદર હાશ્મીની એક જાણીતી કવિતા:

કિતાબે કરતી હૈ બાતે

બીતે જમાનો કી ,ઇન્સાનોં કી

આજ કી ,કલ કી ,એક એક પલકી

ખુશિયોં કી ,ગમો કી ,ફૂલો કી,બમોં કી ,પ્યાર કી ,માર કી

ક્યા તુમ નહી સુનોગે, ઇન કિતાબોં કી બાતે?

કિતાબોં મેં ચીડીયા ચહચહાતી હૈ .

કિતાબોં મેં ઝરને ગુનગુનાતે,

પરીયોં કે કિસ્સે સુનાતે,

કિતાબોં કા કિતના બડા સંસાર હૈ

,ક્યાં તુમ ઇસ સંસાર મેં નહી જાના ચાહોગે ,

કિતાબે કુછ કહેના ચાહતી હૈ ,

તુમ્હારે પાસ રહેના ચાહતી હૈ

સાહિત્યકાર આનંદશંકર ધ્રુવે જીવન ઉપયોગી વાત કહી છે. તેઓ કહે છેઆપણા ઘરની અંદર ત્રણ પ્રકારના પુસ્તકો હોવા જોઈએ, એક તો આપણને ધંધા કે વ્યવસાયમાં મદદરૂપ થાય એવા પુસ્તકો, બીજા એવા પ્રકારના પુસ્તકો જે આપણે આપણા શોખથી પસંદ કર્યા હોય અને ત્રીજા ત્રીસેક કે પચાસેક પુસ્તકો એવા હોવા જોઈએ જે આપણા ગુરુ બની આપણને માર્ગદર્શન આપતા હોય તેવા પુસ્તકો હોવા જોઈએપુસ્તકો માણસના ભવિષ્યને યોગ્ય દિશા આપી શકે છે. પુસ્તક વાંચનનો રસ એ પણ કળા છે. પુસ્તકોનો પ્રેમ આજીવન જીવન ઘડતર કરવામાં ઉપયોગી થાય છે અને તેના લીધે જીવનમાં નવા જ દ્રષ્ટિકોણનો જન્મ થાય છે. પુસ્તકો જીવનને સદાય જીવંત રાખે છે.

તમામ સમસ્યાનું સમાધાન પુસ્તક પ્રેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ