દેશમાં વિલંબમાં મુકાયેલા વિવિધ પ્રોજેક્ટની વિગતો તાજેતરમાં સામે આવી હતી. જેમાં ૪૦૧ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના ખર્ચમાં રૂ. ૪.૦૨ ટ્રિલિયનનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. કોઈને કોઈ કારણોસર આવા પ્રોજેક્ટના અમલમાં વિલંબ થયો છે પરિણામે તેના ખર્ચમાં જંગી વધારો થયો છે. આ દરેક પ્રોજેક્ટ રૂ. ૧૫૦ કરોડ કે તેથી વધુ મૂલ્યના છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટની દેખરેખ રાખવામાં આવે છે. કુલ ૧૬૯૨ પ્રોજેક્ટ પૈકી ૪૦૧ પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો છે જ્યારે ૫૫૨ પ્રોજેક્ટનો સમયગાળો વધ્યો છે.