દેશમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સીબીડીટી દ્વારા કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. સીબીડીટી દ્વારા આઈટી રિટર્નની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આઈટી રિટર્ન ફાઈલ કરવાની સમય સીમા વધારીને ૩૦ નવેમ્બર કરવામાં આવી છે. બીજી તરફ ૨૦૧૮-૧૯ માટે મૂળ અને સુધારા સાથેનું આઈટી રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા પણ વધારીને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. તાજેતરમાં જારી થયેલા નોટિફિકેશન પ્રમાણે સરકારે આધાર અને પાનને લિન્ક કરવાની સમયમર્યાદા પણ વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ કરી દીધી છે.