કેરળના ઐતિહાસિક અને દેશના અતિ ધનાઢય એવા શ્રી પદ્મનાભસ્વામી મંદિર પ્રશાસન અને તેની સંપત્તિઓ પરના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પદ્મનાભસ્વામી મંદિર મેનેજમેન્ટનો અધિકાર ત્રાવણકોર શાહી ઘરાનાને સોંપી દીધો છે. કેરળ હાઇકોર્ટે ૨૦૧૧ની સાલમાં કેરળ સરકારને પદ્મનાભસ્વામી મંદિરની તમામ સંપત્તિઓ અને મેનેજમેન્ટનો કબજો સંભાળી લેવાનો આદેશ આપ્યો હતો. ત્રાવણકોરના શાહી પરિવારે કેરળ હાઇકોર્ટના આ આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો ત્યારથી માંડીને આજ દિન સુધી આ કેસની સુનાવણી ચાલી હતી અને હવે સુપ્રીમે ત્રાવણકોર રાજ ઘરાનાને મંદિરનો કબજો સોંપી દેવાનો આદેશ આપ્યો છે.