રાજસ્થાનમાં વિધાનસભાની બેઠક યોજવા રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલી ફાઈલ અને સુધારેલા પ્રસ્તાવને ગવર્નર કલરાજ મિશ્રાએ પાછો મોકલ્યો હતો. ગવર્નરે રાજ્ય સરકારને વિધાનસભાનું સત્ર યોજતા પહેલાં ૩ શરતો મૂકી હતી જેમાં વિશ્વાસનો મત લેવાનો હોય તો કેટલીક શરતોનું પાલન કરવા, ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેમજ બંધારણની કલમ ૧૪નું પાલન કરવા પણ તાકીદ કરી હતી. રાજ્યપાલે કહ્યું કે જો ફ્લોર ટેસ્ટ યોજવાનો હોય તો જ ટૂંકી મુદતે વિધાનસભા બોલાવી શકાય છે. વિધાનસભાનું સત્ર યોજવા કોઈ ઈરાદો ન હતો તેવું નથી. ગવર્નરે તેમને પ્રશ્નો પૂછયા હતા કે શું તમે વિશ્વાસનો મત લેવા માગો છો? શું તમે સત્ર યોજવા ૨૧ દિવસની નોટિસ આપવા તૈયાર છો? જો વિશ્વાસનો મત લો તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે અને લાઈવ ટેલિકાસ્ટ કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવશો?