સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, કોઈ કાયદો એવી મંજૂરી આપતો નથી કે, આંતરધર્મી લગ્ન બાદ પતિનો ધર્મ મહિલાનો ધર્મ બની જાય છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચ એક પારસી મહિલાના કેસની સુનાવણી કરી રહી હતી. બંધારણીય બેન્ચ સમક્ષ સવાલ એ હતો કે, જો કોઈ પારસી મહિલા અન્ય ધર્મી પુરુષ સાથે લગ્ન કરે તો તે પારસી તરીકેની ઘાર્મિક ઓળખ ગુમાવી દે છે કે કેમ? સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દેશમાં સ્પેશિયલ મેરેજ એક્ટ અમલમાં છે જે બે અલગ ધર્મની વ્યક્તિને લગ્નની અને આગવી ઘાર્મિક ઓળખ જાળવી રાખવાની પરવાનગી આપે છે.