ઉત્તરકાશીના ધરાલીમાં આભ ફાટ્યા બાદ જે તારાજી સર્જાઈ હતી તેના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો જ ન હતો ત્યાં જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે આભ ફાટવાની ઘટના બાદ હોનારત જેવા દૃશ્યો સર્જાયા હતા.
લોકોના મકાનો, લંગરના સ્થળો, વાહનો જાણે રમકડાં બની ગયા હતા અને ભયાનક પૂરમાં તણાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે જ્યારે લગભગ 120 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ ચિંતાની વાત એ છે કે 200 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તેમાં મોટી સંખ્યામાં ભક્તો, લંગર કામદારો અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.