ભારતને આઝાદી મળ્યાને 79 વર્ષ થઈ ગયા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમણે દેશભરના લોકોને સંબોધન કર્યું હતું.
PM મોદીએ કહ્યું કે, લોકો મુદ્રા યોજનામાંથી લોન લઈને વ્યવસાય કરી રહ્યા છે. સરકારી નિયમો બદલવા પડશે. 2047 દૂર નથી, દરેક ક્ષણ કિંમતી છે અને આપણે એક પણ ક્ષણ ગુમાવવા માંગતા નથી. આ આગળ વધવાની તક છે. મોટા સપના જોવાની તક. સંકલ્પ પ્રત્યે સમર્પિત થવાની તક અને જ્યારે સરકાર અને હું પોતે તમારી સાથે હોઈશું, ત્યારે આપણે નવો ઈતિહાસ રચી શકીએ છીએ. દુનિયા આપણી MSMEની તાકાતને સ્વીકારે છે. આપણે આપણી ક્ષમતાઓને વિશ્વ બજારમાં સ્વીકારવી પડશે. આપણે ગુણવત્તામાં સતત નવી ઊંચાઈઓને સ્પર્શવી પડશે