આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ ચોંકાવનારો દાવો કરી રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ‘મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના સંપર્કમાં છે. આ સાથે તેમણે વૉટ ચોરી મામલે પણ રાહુલ પર ગંભીર આક્ષેપ કર્યો છે.