ફાર્માસ્યુટીકલ કંપની ઝાયડસ કેડિલાએ બુધવારે એવું જણાવ્યું કે કંપનીએ કોરોનાની રસીની પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે અને તેમાં સારા પરિણામો મળ્યા છે. કંપની હવે ગુરુવારે બીજા તબક્કાની ટ્રાયલ કરશે. પહેલા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં ZyCOV-D સલામત તથા સારી હોવાનું જણાયું છે. કંપની હવે ૬ ઓગસ્ટે બીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરશે. કેડિલા હેલ્થકેરે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું કે પહેલા તબક્કાની ટ્રાયલમાં તંદુરસ્ત વોલિન્ટિયર્સને ZyCOV-D નો હળવો ડોઝ અપાયો હતો જેને કારણે તેમનામાં રોગપ્રતિકાર શક્તિ વિકસી હતી.