અફઘાનિસ્તાનમાં કોઈ અજાણ્યા આતંકવાદી જૂથે છ ભારતીય સહિત કુલ સાત લોકોનું અપહરણ કર્યું હોવાના અહેવાલ છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ટોલો ન્યૂઝ એજન્સીના અહેવાલો પ્રમાણે, અફઘાનિસ્તાનના બાઘલાન પ્રાંતની રાજધાની પુલ એ ખોમરે શહેરના બાગ એ શામલ વિસ્તારમાં આવેલી એક ભારતીય કંપનીમાં કેટલાક બંદૂકધારીઓએ અચાનક ધાડ પાડી હતી. આ દરમિયાન તેઓ બંદૂકની અણીએ છ ભારતીય કર્મચારી અને એક અફઘાન નાગરિક સહિત કુલ સાતનું અપહરણ કરીને અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા હતા.