પૂર્વ પ્રમુખ પ્રણવ મુખરજીએ લોકોમાં પ્રવર્તી રહેલા મતભેદોને કારણે વધી રહેલી હિંસક ઘટનાઓ સંબંધે ચિંતા જાહેર કરતાં જણાવ્યું છે કે માનવ જીવન પ્રતિ અસન્માનની ભાવનાને કારણે દેશની સંવાદિતા હણાઇ રહી છે. ભારતનો આત્મા બહુરૂપતા વૈવિધ્યતાના ઉત્સવમાં વસેલો હોવાનું કહેતાં પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે વ્યક્તિ, બાળક કે મહિલા પર સિતમ ગુજારવામાં આવે છે ત્યારે ત્યારે ભારતનો આત્મા ઘવાય છે.