દેશમાં ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વખતે કોરોનાને કારણે ભારે ઝાકઝમાળવાળી નહીં રહે. લાલ કિલ્લા પર ખાતેથી પીએમ મોદીને સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે. રાષ્ટ્રગાન વગાડવામાં આવશે અને ૨૧ તોપોની સલામી અપાશે તે પછી ધ્વજ વંદન કરાશે. પીએમ મોદીનું રાષ્ટ્રને સંબોધન પણ પ્રસારિત કરાશે. આ પછી રાષ્ટ્રગાન અને છેલ્લે ત્રિરંગી ફુગ્ગા આકાશમાં છોડવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન યોજાશે. જરા પણ ભીડભાડ ન થાય તેની તકેદારી રખાશે. વેબકાસ્ટ દ્વારા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે. સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે કેન્દ્રનાં ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી.