Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંયુક્ત રાષ્ટ્ર (UN) પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1972માં થયેલા સિમલા સમજૂતીને યાદ કર્યું, જેમાં કાશ્મીરમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો ઈનકાર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાને ગુટેરેસને ઉચિત ભૂમિકા નિભાવવા માટે કહ્યું, જેના જવાબમાં તેમનું આ નિવેદન આવ્યું છે.

ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે એક નિયમિત સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, મહાસચિવ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ પર ગંભીરતાથી નજર રાખી રહ્યા છે અને તેમણે આ અંગે વધુમાં વધુ સંયમ જાળવવાની અપીલ કરી છે. મહાસચિવે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર 1972માં થયેલી એ સમજૂતીને પણ યાદ કરી, જેને સિમલા સમજૂતીના નામથી ઓળખવામાં આવે છે. આ સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરની અંતિમ સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અનુસાર શાંતિપૂર્ણરીતે નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત અમેરિકાએ શુક્રવારે કહ્યું કે, કાશ્મીર પર તેમની નીતિમાં કોઈ બદલાવ નથી આવ્યો અને તેણે ભારત અને પાકિસ્તાનને શાંતિ તેમજ સંયમથી કામ લેવાની વાત કરી છે. અમેરિકાએ કાશ્મીર મુદ્દે કહ્યું હતું કે, કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક દ્વિપક્ષીય મુદ્દો છે અને બંને દેશોએ જ આ મુદ્દા પર વાતચીત કરીને નિર્ણય લેવાનો છે.

તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોઆના રોનેકાએ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના ભારતના નિર્ણયને સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવ ઉલ્લંઘન તરીકે દર્શાવવાના દાવા પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો અને તેમણે પણ ભારત અને પાકિસ્તાનને સંયમપૂર્વક વર્તવાની અપીલ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ