પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના બીજા દિવસે રવિવારે સવારે ૮.૩૦ કલાકે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે ૫૦,૦૦૦થી વધુ ભારતીય અમેરિકન સમુદાયના મોદી-મોદીના નારા અને ઢોલ-નગારાંની ગુંજ વચ્ચે હાઉડી મોદી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત ગુરુવાણી અને શબ્દકીર્તન સાથે કરાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાંગડા, ગરબા સહિતના ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો રજૂ કરાયાં હતાં. ૯૦ મિનિટ ચાલેલા આ રંગારંગ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી આવેલા ૨૭ કલ્ચરલ ગ્રૂપના ૪૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો.