વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૬૭મા મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશજોગ સંબોધન કર્યું હતું. કારગિલ વિજય દિવસની ૨૧મી જયંતી પર કારગિલ યુદ્ધ માટે પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નવી દિલ્હીએ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો પરંતુ ઇસ્લામાબાદે ભારતની પીઠમાં છરો ઘોંચ્યો હતો. પાકિસ્તાને ભારતની જમીન પચાવી પાડવા માટે બદઇરાદાભર્યું દુઃસાહસ કર્યું હતું. ૨૧ વર્ષ પહેલાં આજના દિવસે ભારતીય સેના કારગિલ યુદ્ધ જીતી હતી. જે સંજોગોમાં યુદ્ધ લડાયું તે ભારત ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતે પાકિસ્તાન સાથે સારા સંબંધો બાંધવા હંમેશાં પ્રયાસો કર્યાં છે પરંતુ કહે છે ને કે જેના ઇરાદા સારા નથી હોતા તેને દરેક વાતે બધા સાથે વાંકું પડે છે. આ પ્રકારનો સ્વભાવ ધરાવતા લોકો તેમનું સારંુ કરનારા માટે પણ ખરાબ જ વિચારતા રહે છે.