સુપ્રીમ કોર્ટે આજે પોતાના જ ચુકાદાને લઇને સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે થીયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત નથી પણ વૈકલ્પીક છે. એટલે કે કોઇ વ્યક્તિ ઇચ્છે તો તેને પ્લે કરી શકે છે. પોતાના જ આદેશને સુપ્રીમ કોર્ટે મોડિફાઇ કર્યો હતો. અગાઉ ૩૦મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે થીયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત રહેશે અને આ દરમિયાન લોકોએ ઉભા થવાનું રહેશે. બાદમાં કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા કે લોકોને ફરજીયાત પણે ઉભા કરવામાં આવી રહ્યા છે અને આ માટે મારામારી પણ થવા લાગી. કેટલાક દિવ્યાંગ લોકોને પણ ફરજ પાડવામાં આવી હતી.