ગુજરાતમાં શાળા કોલેજો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ ન હોવાનો નિર્ણય જાહેર કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સ્કૂલો મોડી શરૂ થાય તેમ હોવાથી તેનો અભ્યાસક્રમ ઘટાડવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને GCERT(ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)ની એક સમિતિ બનાવવામાં આવી છે જે અભ્યાસક્રમ કેટલો ઘટાડવો તે નક્કી કરશે.
પહેલા કોલેજો પછી સ્કૂલો ખુલશે
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી વેબિનારના માધ્યમથી શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અને રાજ્યની હાલની પરિસ્થિતિ જોઈને સ્કૂલો કે કોલેજ શરૂ કરવા કોઈ ઉતાવળ નહીં કરવાની વિચારણા કરી લીધી છે,આ ઉપરાંત વિવિધ સાધનો સાથેની બેઠકમાં એક એવો પણ નિષ્કર્ષ આવ્યો હતો કે શાળા કોલેજો શરૂ કરવામાં સૌપ્રથમ કોલેજો શરૂ કરવામાં આવે તે પછી જ સ્કૂલો શરૂ કરવામાં આવે. તબક્કાવાર સ્કૂલ કોલેજો શરૂ થશે. પરંતુ પહેલા કોલેજો શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ ધોરણ-10-12, અને પછી ધોરણ 8 અને 9 પછી પ્રાથમિક એમ ઉતરતા ક્રમ મુજબ તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવશે.
પ્રત્યેક વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરવા આયોજન
શિક્ષણમંત્રી મુજબ,નાના બાળકોનું વિષે ધ્યાન રાખીને સરકાર નિર્ણય તરફ આગળ વધશે. આ નિર્ણય કરતા પહેલા આરોગ્ય વિભાગનો પણ અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલ શરૂ કર્યા પછી પ્રત્યેક વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ થાય તેવું આયોજન સરકારે વિચાર્યું છે.