રાજધાની દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. બુધવારે (20 ઓગસ્ટ) સવારે, દિલ્હીની 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી ધમકીના ઈ-મેઇલ મળતાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે મળેલા આ ઈ-મેઇલથી શાળા વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી અને તપાસ હજુ શરૂ છે.