દેશની રાજધાની દિલ્હીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.
પ્રાથમિક માહિતી મુજબ, હુમલો કરનાર આરોપી રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીની ઓળખ રાજેશ સાકરિયા, ઉંમર 41 વર્ષ, તરીકે થઈ છે. દિલ્હી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તરત જ કાર્યવાહી હાથ ધરી અને આરોપીને અટકમાં લીધો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયત્નો કરી રહી છે.