Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસ્કૃતને લોક ભાષા બનાવવા માટે કાર્યરત વિશ્વસ્તરીય સંગઠન સંસ્કૃત ભારતીના પ્રથમ વિશ્વ સંમેલનનું ઉદ્દઘાટન શનિવારે યોજાયું. આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય આરોગ્ય અને સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન હાજર રહ્યા હતા. ડો. હર્ષવર્ધને કહ્યું કે "આવો કાર્યક્રમ જીવનમાં પ્રથમ વખત જોયો છે... મારી જાતને સંતોષ મળ્યો." સંસ્કૃત ભારતી સંજીવનીનો સંચાર કરે છે. સંસ્કૃત વાતચીતને આંદોલનના ભાગ રૂપે સંસ્કૃત ભારતીએ લીધું છે. આજે 21 દેશોમાં 1 લાખથી પણ વધુ લોકો સંસ્કૃત ભણી રહ્યા છે. સમગ્ર ભારત વર્ષમાં 1થી લઈને 12માં ધોરણ સુધી લગભગ 3 કરોડ જેટલાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણી રહ્યા છે. 

આ પ્રસંગે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય મહામંત્રી શ્રી દેવ પુજારીએ ત્રણ વર્ષનો વૃતાંત રજૂ કર્યો. તેમણે કહ્યું કે 17 દેશોમાં સંસ્કૃત ભારતીનો કાર્યકાળ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 21 દેશોના 76 પ્રતિનિધિઓ આ વિશ્વ સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. 542 જીલ્લાઓના 3883 સ્થળો પરના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. આ સંમેલન નિશ્ચિત રૂપથી સંસ્કૃત ભાષાનો યશ ફેલાવશે. 

આ પ્રસંગે સંસ્કૃત સંરક્ષણ સંસ્થાના શૈક્ષણિક નિયામક ચાંદ કિરણ સલુજાએ માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશો વાંચ્યો. સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમ માટે જાણીતા એવા લોકસભાના સભ્ય પ્રતાપચંદ્ર સારંગીએ સંસ્કૃતમાં પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે જે લોકો સંસ્કૃતને નથી જાણતા તેઓ ભારતને નથી જાણતા. સંસ્કૃત ભાષા શ્રેષ્ઠ ભાષા છે. 

આ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ સંસ્કૃત ભારતી સંસ્થાના અખિલ ભારતીય અધ્યક્ષ ભક્તવત્સલ શર્માએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા નથી, પરંતુ જીવનશૈલી છે. 21મી સદી સંસ્કૃત સદી તરીકે ઓળખાય તેવા પ્રયત્નો કરવાના છે. કાર્યક્રમના અંતમાં અખિલ ભારતીય સાહિત્ય સંસ્થાના પ્રમુખ સત્યનારાયણએ આભાર પ્રવચન આપ્યું હતું. વિશ્વ સંમેલનમાં વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, આચાર્યો, શિક્ષકો તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ