-
તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મત્રકાર પરિષદ દરમ્યાન એક મહિલા પત્રકારના પ્રશ્નોના જવાબો આપવાને બદલે તેની સંમતિ વગર અને જાહેરમાં તેના ગાલે હાથ ફેરવવાની ચેષ્ટા કરી હોવાનું બહાર આવ્યું છે. એક સામાયિકના પત્રકાર લક્ષ્મી સુબ્રમણ્યમે ટ્વીટ કરીને અને પોતાના સામાયિકમાં અંગેના સમાચાર લખીને જાહેર કર્યું છે કે મદુરાઇ કામરાજ યુનિ.ના એક પ્રોફેસરે પોતાની એક છાત્રા સાથે જાતિય ગેરવર્તૂણુકની ફરિયાદના સંદર્ભમાં રાજ્યપાલે પત્રકાર પરિષદ યોજી હતી. આ મહિલા પત્રકારે તેમને સવાલ કર્યો કે શું જાતિય ગેરવર્તણૂંક બદલ કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા તમારી સામે કોઇ તપાસ ચાલે છે?જેના જવાબમાં તેમણે કહ્યું કે એવું કાંઇ નથી અને પછી રાજ્યપાલે એકેક મહિલા પત્રકારની સંમતિ વગર જ તેમના ગાલ પર હાથ લઇ જઇને ફેરવવાની ચેષ્ટા કરી હતી. આ મહિલા પત્રકારને રાજ્યપાલની આ ચેષ્ટા પ્રત્યે એટલો બધો અણગમો થયો કે તેમણે ઘરે જઇને કેટલીય વાર એ ગાલ ધોઇ કે જ્યાં રાજ્યપાલે હાથ ફેરવ્યો હતો. ઘણી વાર ગાલ ધોયા પછી પણ તેમના મનમાં તો રાજ્યપાલ પ્રત્યેનો અણગમો ગયો નથી. મહિલા પત્રકારે આ તમામ બાબતોનો ઉલ્લેખ કરીને રાજ્યપાલ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે.