Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાના આંચકા આવ્યા છે. જણાવી દઈએ કે, ઇન્ડોનેશિયાની સરકારે દરિયાકિનારાના વિસ્તારો પર હાઈએલર્ટ આપી સુનામી આવવાની આગાહી કરી છે અને લોકોને ઊંચી જગ્યાએ પહોંચવા જણાવ્યું છે. સ્થાનિક પ્રશાસને પણ માછીમારો અને નાવિકોને દરિયો ન ખેડવા જણાવ્યું છે. ભારતીય સમય મુજબ 12મી એપ્રિલે સાંજે 5 વાગે અને 10 મિનિટે ભૂકંપ આવ્યો હતો.

અમેરિકન એજન્સી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ જિઓલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 43 કિ.મી. નીચે નોંધવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર ગોરોન્ટાલો વિસ્તારથી 280 કિલોમીટર દક્ષિણ તરફનું હતું. ઉલ્લેખનીય છે કે, ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની ઘટના સામે આવી નથી.

જણાવી દઈએ કે, વિશ્વમાં પૃથ્વીની સપાટી પર સક્રિય જ્વાળામુખીમાંના મોટાભાગના જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં જ આવેલા છે આથી આ વિસ્તારને 'રિંગ ઑફ ફાયર' અથવા 'આગના ગોળા' તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2004માં ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે સર્જાયેલી સુનામીએ હિંદ મહાસાગરના તટ વિસ્તારોમાં મોટી તબાહી મચાવી હતી. જેના કારણે સવા બે લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ