એક જ વારમાં ત્રિપલ તલાકને ક્રિમિનલ ઓફેન્સના દરજ્જામાં લાવવા માટે સરકાર ગુરુવારે લોકસભામાં બિલ રજૂ કરશે. તેનાથી ધી મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ' નામ આપવામાં આવ્યું છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ આ બિલ રજૂ કરશે. આ બિલને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં ઈંટર-મિનિસ્ટિરિયલ ગ્રૂપે તૈયાર કર્યું છે. તેના અંતર્ગત 'તલાક-એ-બિદ્દત'ને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યું છે. પછી ભલે તે તલાક બોલીને, ઈમેલથી, એસએમએસથી કે વોટ્સએપથી આપવામાં આવ્યા હોય. યૂનિયન કેબીનેટે પણ આ બિલના હેતુને મંજૂરી આપી દીધી છે.