અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 20 જુલાઈથી અનિશ્ચિતકાળ સુધી બંધનું એલાન કરાયું છે. પેટ્રોલ, ડીઝલ, ટેક્ષ જેવા પાંચ મુદ્દાને લઈને બંધનું આ એલાન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અનેક વખત રજૂઆત થઈ હતી. કોઈ ઉકેલ નહીં આવતા આખરે બંધનું એલાન કરાયું છે. ટ્રકો અટકી જવાથી જનજીવનને અસર થશે.