Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખુલી ધમકી આપી છે કે જો વેપાર કરાર નહિ કરાય તો તેની બહુ ખરાબ અસર પડશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ટ્રમ્પે આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે લગભગ 200 અમેરિકી કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ હબ ચીનમાંથી ભારતમાં ખસેડવા પર ચર્ચા કરી રહી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે "હું રાષ્ટ્રપતિ શી અને ચીનના અમારા અન્ય તમામ મિત્રોને ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે જો તમે વેપાર કરાર નહીં કરો તો ચીન પર તેની ખુબ ખરાબ અસર પડશે. કારણ કે કંપનીઓ ચીનને છોડીને અન્ય દેશમાં જવા માટે બાધ્ય થઈ જશે/ ટ્રમ્પે શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, "મને લાગે છે કે ચીનને હાલની વાતચીતમાં એ રીતે ઝટકો લાગ્યો છે કે તેઓ 2020ની આગામી ચૂંટણી સુધી રાહ જોવા માંગે છે. તેઓ એ જોવા માંગે છે કે જો ભાગ્યએ સાથ આપ્યો અને 2020માં કોઈ ડેમોક્રેટ રાષ્ટ્રપતિ બની ગયા તો તેઓ અમેરિકાને દર વર્ષે 500 અબજ ડોલરનો ચૂનો લગાવતા રહેશે. તેમણે કહ્યું કે, "મુશ્કેલી બસ એ છે કે તેઓ જાણે છે કે હું જીતવાનો છું. ઈતિહાસમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ સૌથી સારી રહી છે અને રોજગારના નંબર પણ ઠીક રહ્યાં છે. તથા બીજુ પણ ઘણું બધુ રહ્યું છે. જો મારા બીજા કાર્યકાળની વાતચીત થઈ તો ચીન માટે સમાધાનની સ્થિતિ વધુ ખરાબ હશે. તેમના માટે એ જ સારું રહેશે કે અત્યારે વાતચીત પૂરી કરી લે અને કોઈ ડીલ પર પહોંચે. જો કે હાલ ટેક્સ વસુલવામાં મને મજા આવી રહી છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ