હવે હૈકરોએ વિશ્વના દિગ્ગજ નેતાઓ, સેલેબ્રિટી અને કંપનીઓના ટ્વીટર એકાઉન્ટને હૈક કરી લીધા છે. જેમાં બુધવારે હૈકરો દ્વારા માઈક્રોસૉફ્ટના બિલ ગેટ્સ, ટેસ્લાના CEO એલૉન મસ્ક, અમેરિકન રૈપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને હાલ રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ જો બિડેન, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ, વૉરેન બફેટ, એપ્પલ અને ઉબેર સહિત અનેક ટ્વીટર એકાઉન્ટને હૈક કરી દેવામાં આવ્યા છે.
આ હૈકિંગ બિટકૉઈન સ્કેમ છે. વાસ્તવમાં હૈક કર્યા બાદ આ એકાઉન્ટથી જે પોસ્ટ કરવામાં આવી છે, તેમાં બિટકૉઈનમાં દાન માંગવામાં આવ્યું છે. હૈકરો આ હાઈ પ્રોફાઈલ ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ પણ કરી રહ્યાં છે અને બિટકૉઈનની માંગ કરી રહ્યાં છે.
ટેસ્લા પ્રમુખ એલન મસ્કના હૈક્ડ ટ્વીટર એકાઉન્ટથી કરવામાં આવેલ પોસ્ટ પણ બિટકૉઈન સાથે સંકળાયેલી હતી. જેમાં કેહવામાં આવ્યું હતું કે, “આગામી એક કલાક સુધી બિટકૉઈનમાં મોકલવામાં આવેલા પૈસાને બેગણાં કરીને પરત કરવામાં આવશે. બિટકૉઈનની લિન્ક સાથે ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, હું કોવિડ મહામારીના કારણે દાન કરી રહ્યો છું.” જો કે પોસ્ટ કરવામાં આવ્યા બાદ થોડી મિનિટની અંદર આ ટ્વીટ ડિલીટ થઈ ગયા હતા.
હૈકરોએ માઈક્રોસૉફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સના એકાઉન્ટથી ટ્વીટ કર્યું છે કે, “દરેક જણ મને પાછા આપવાનું કહી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે. હું આગામી 30 મિનિટ સુધી BTC એડ્રેસ પર મોકલવામાં આવેલા તમામ પેમેન્ટ્સને ડબલ કરી રહ્યો છું. તમે એક હજાર ડૉલર મોકલો અને તમને 2 હજાર ડૉલર પરત મોકલીશ.”
જો કે હજુ સુધી જાણી નથી શકાયું કે, આખરે કોણે આવી જાણીતી હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટને ટાર્ગેટ કર્યાં છે? જેના પગલે યુઝર્સ પોતાના ટ્વીટર એકાઉન્ટથી કોઈ ટ્વીટ પણ નથી કરી શકતા અને પોતાનો પાસવર્ડ પણ રિસેટ નથી કરી શકતા.
બીજી તરફ આ ઘટના બાદ ટ્વીટરે જણાવ્યું કે, “અમને ટ્વીટર એકાઉન્ટ હૈક થવાની જાણકારી મળી છે. હાલ અમે સમગ્ર મામલે તપાસ કરી રહ્યાં છે અને તેને ઠીક કરવા માટે યોગ્ય પગલા ભરી રહ્યાં છીએ. અમે જલ્દી સૌને નવું અપડેટ જણાવીશું.
અમે આ સમગ્ર મામલે સમીક્ષા કરી રહ્યાં છીએ. જેના પગલે યુઝર્સ પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ નથી કરી શકતા અને ના તો પોતાનો પાસવર્ડ ચેન્જ કરી શકતા.”
મીડિયા રિપોર્ટ્સ મુજબ, , આ ટ્વીટ્સના પગલે અનેક લોકોએ અજાણતા થોડી જ ક્ષણોમાં હૈકરોને એક લાખ ડૉલરથી વધુ રકમ મોકલી પણ દીધી છે. હૈક કરવામાં આવેલ ટ્વીટર એકાઉન્ટ્સના લાખો ફૉલોવર્સ પણ છે.
હૈકિંગની આ ઘટના બાદ ટ્વીટર પર એક વખત ફરીથી સવાલ ઉભા થઈ રહ્યાં છે. આખરે કંઈ કમીના કારણે આટલી મોટી હસ્તિઓના પણ ટ્વીટર એકાઉન્ટ હૈક થઈ ગયા? લોકો ટ્વીટર પાસે તેનો જવાબ માંગી રહ્યાં છે.