એક ઇન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “જેને પણ મારી સરકાર પાડવી હોય તે પાડે, પછી હું જોઇશ. આખરે રાહ શેની છે? હવે સરકાર પાડો, સરકાર ત્રણ પૈડાંવાળી છે પરંતુ તે ગરીબોનું વાહન છે. તેનું સ્ટીયરિંગ મારા હાથમાં છે. બુલેટ ટ્રેન અથવા રિક્ષામાં ચૂંટણી કરવી પડે તો હું રિક્ષા જ પસંદ કરીશ.”
તેઓએ જણાવ્યું કે,
“હું ગરીબોની સાથે જ ઉભો છું. મારી આ ભૂમિકા હું બદલતો નથી. કોઇ એવો વિચાર ના રાખે કે હવે હું મુખ્યમંત્રી બની ગયો છું, અર્થાત બુલેટ ટ્રેનની પાછળ ઉભો રહીશ.” શિવસેના મુખપત્ર સામના જોડે વાત કરતા CM એ જણાવ્યું કે, “મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા ડગમગાઇ ગઇ છે પરંતુ રસ્તો નિકાળીશું.”
ઓપરેશન લોટસ મહારાષ્ટ્રમાં સફળ થશે કે નહીં? આ સવાલનાં જવાબમાં CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “કરીને જુઓ ને. હું ભવિષ્યવાણી કેવી રીતે કરી શકું? આપ કરીને જુઓ. જોડી-તોડીને કરી જુઓ. એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે એવો કોઇ પણ વિપક્ષી નેતા દેખાડો કે જે બીજી પાર્ટીમાં જઇને સર્વોચ્ચ પદ પર પહોંચ્યો છે, મુખ્યમંત્રી બન્યો છે.”