વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ધનવન્તરિ જયંતીએ જામનગરમાં સ્થપાયેલી ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ- આઇટીઆરએનું વીડિયો કોન્ફરન્સ મારફત ઉદ્ઘાટન કરતાં આ સંસ્થાને રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાન તરીકે જાહેર કરી જણાવ્યું હતું કે, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ ભારતનો વારસો છે, કોરોના મહામારીના સમયમાં ભારતનું આ પારંપારિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદકર્તા સાબિત થઈ રહ્યું છે, જેના લીધે સમગ્ર વિશ્વમાં આયુર્વેદ ચિકિત્સાને સમર્થન સાંપડી રહ્યું છે. ભારતમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો છે. જામનગર ઉપરાંત તેમણે રાજસ્થાનના જયપુરમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ (એનઆઈએ)ને પણ ખુલ્લી મૂકી હતી.