વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧૫મી ઇન્ડિયા-ઇયુ સમિટ અને વર્લ્ડ યુથ સ્કિલ ડે નિમિત્તે આયોજિત ડિજિટલ કોન્ક્લેવને સંબોધન કર્યાં હતાં. ઇન્ડિયા-ઇયુ સમિટને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને યુરોપિયન સંઘ કુદરતી ભાગીદાર છે. આ ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે અત્યંત અગત્યની છે. ભારત અને યુરોપિયન સંઘ લોકશાહી, વૈવિધ્યતા, આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રત્યે સન્માન, સ્વતંત્રતા અને પારદર્શકતા જેવાં સમાન મૂલ્યો ધરાવે છે. કોરોના મહામારી પછીના વિશ્વમાં આર્થિક પડકારો વિકરાળ બની રહ્યા છે ત્યારે તમામ લોકતાંત્રિક દેશોએ એકજૂથ થવું પડશે. ભારત કોરોના વાઇરસના ઇલાજ માટે યુરોપિયન સંઘના દેશો દ્વારા લેવાઇ રહેલાં પગલાંને આવકારીએ છીએ. આજે આપણા નાગરિકોનું આરોગ્ય અને સમૃદ્ધિ પડકારોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આર્થિક પુનઃરચના અને માનવતા કેન્દ્રિત વૈશ્વિકરણમાં ભારત અને યુરોપિયન સંઘની ભાગીદારી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.