રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારને ઉથલાવવાનાં કાવતરાંમાં કથિત સંડોવણી માટે કોંગ્રેસે રવિવારે કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં રાજીનામાની માગ કરી હતી. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી અજય માકને જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસના એન્ટિકરપ્શન બ્યૂરોએ કેન્દ્ર સરકારમાં મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને જયપુરના બિઝનેસમેન સંજય જૈન વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ટેપમાં સંડોવણી માટે કેસ નોંધ્યો હતો.જો કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઓડિયો ટેપમાં તેમનો અવાજ નથી તો તેઓ શા માટે વોઇસ સેમ્પલ આપતા ગભરાય છે? ગજેન્દ્રસિંહ શેખાવતને કેન્દ્રીયમંત્રી પદ પર રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી. તપાસ પર પ્રભાવ ન પડે તે માટે તેમણે રાજીનામું આપી દેવું જોઇએ. અજય માકને આરોપ મૂક્યો હતો કે, હરિયાણા અને દિલ્હીની પોલીસ રાજસ્થાનના બળવાખોર કોંગ્રેસી સાંસદોને સંરક્ષણ આપી રહી છે. કેન્દ્ર સરકાર સીબીઆઇના નામે ધમકી આપી રહી છે.