દેશમાં કોરોનાની સ્થિતિને કાબુ કરવા સાથે સાથે અર્થતંત્ર અને સામાજિક તંત્ર ધમધમતું કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૩ની ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ ગાઈડલાઈન્સ પહેલી ઓગસ્ટથી લાગુ પડશે. રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાગોના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકોના અંતે તબક્કાવાર ત્રીજા ફેઝમાં દેશને અનલોક કરવાની ગાઈડલાઈન્સ જારી કરાઈ છે. આ ગાઈડલાઈન્સ પ્રમાણે સૌથી પહેલાં તો રાત્રી કરફ્યૂ દૂર કરવામાં આવ્યો છે. પહેલી ઓગસ્ટથી દેશભરમાં લાગુ રાત્રી કરફ્યૂ દૂર થશે. તે ઉપરાંત પાંચમી ઓગસ્ટથી જીમખાના અને યોગા સેન્ટર ખોલવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, મેટ્રો અને સિનેમાઘરો તથા સ્વિમિંગપુલ બંધ રાખવામાં આવશે.