કેન્દ્ર સરકારે અનલોક 3.0માં જિમ અને યોગ સંસ્થાને 5 ઓગસ્ટથી ખોલવાની મંજૂરી આપી છે. જેને લઈ આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ સ્થાનો પર કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
શું છે ગાઇડલાઇનમાં
કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી યોગ સંસ્થા અને જિમ બંધ રખાશે. ત્યાં લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે. કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ જિમ – યોગ સંસ્થા ખોલી શકાશે.
- કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
- 65 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વયના બાળકોને જિમમાં પ્રવેશ નહીં આપવામાં આવે.
- તમામ લોકોએ સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવું પડશે અને ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવી રાખવું પડશે.
- પરિસરમાં રહેવા દરમિયાન ફેસ માસ્કનો ઉપયોગ કરવો પડશે. યોગ કરવા અને જિમમાં એક્સરસાઇઝ દરમિયાન આમ નહીં કરવું પડે.
- વચ્ચે વચ્ચે 20 થી 40 સેકંડ સુધી હાથ ધોતા રહેવા પડશે. આલ્કોહોલ યુક્ત સેનેટાઇઝરનો ઉપયોગ કરતા રહેવું પડશે.
- યોગ કે જિમમાં દાખલ થતાં તમામ લોકોના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત હોવી જોઈએ.
- આ બંને સંસ્થામાં પ્રવેશતા કોઈ વ્યક્તિમાં લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં જાણ કરવી પડશે.
- પેમેન્ટ માટે કોન્ટેક્ટ લેસ સિસ્ટમને પ્રાધાન્ય આપવું પડશે.
- પરિસરને સતત ડિસઈંફ્કેટ કરતું રહેવું પડશે. ફિટનેસ રૂમ અને ક્લાસીસ સેશન વચ્ચે 15 થી 30 મિનિટનો ગેપ રાખવો પડશે.