લોકડાઉન દરમિયાન દેશમાં 23.48 ટકાના ઊંચ્ચા સ્તરે પહોંચેલી બેરોજગારીમાં હવે સુધારો જણાયો છે. અનલોક.1 પછી જૂન મહિનામાં દેશના બેરોજગારી પ્રમાણમાં મોટો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન બેરોજગારી પ્રમાણ માત્ર 10.99 ટકા રહ્યુ જે મે મહિનામાં 23.48 ટકા હતું.
તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે ભારતમાં પરિસ્થિતિઓ હવે લોકડાઉન પહેલાના ભારત જેવી બનવા તરફ આગળ વધી રહી છે. આંકડા મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ 12.02 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 10.52 ટકા રહ્યું. જૂન મહિનામાં સૌથી વધારે 33.6 ટકા બેરોજગારીનું પ્રમાણ હરિયાણામાં જોવા મળ્યુ હતું.