-
યુપીમાં ઉન્નાવના ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર કે જેમની સામે રેપ કેસની ફરિયાદ છે તેમની સીબીઆઇ દ્વારા ધરપકડ નહીં પણ અટકાયત કરવામાં આવી હોવાનો ખુલાસો કોર્ટમાં થતાં અલ્હાબાદ હાઇકોર્ટે તરત જ સીબીઆઇને આદેશ આપ્યો હતો કે આરોપીની અટકાયત નહીં પણ ધરપકડ કરો અને 2 મે સુધીમાં આ કેસનો તમામ તપાસ રિપોર્ટ કોર્ટને આપવા પણ જણાવ્યું હતું. સીબીઆઇએ જ્યારે સેંગરને પકડ્યા ત્યારે એમ મનાતું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ કોર્ટમાં તપાસ એજન્સીએ ધરપકડ નહીં પણ અટકાયત કરી હોવાનું જાહેર કરતાં કોર્ટે બળાત્કાર કેસના આરોપી ધારાસભ્યની ધરપકડ કરવા જણાવ્યું હતું.