ગેંગસ્ટર વિકાસ દુબે એનકાઉન્ટર કેસ અંગે ઉત્તરપ્રદેશ સરકારે SIT ની રચના કરી છે. SITની આગેવાની એડીશનલ ચીફ સેક્રેટરી સંજય ભૂસરેડ્ડી કરશે. ADG હરિરામ શર્મા અને DIG રવિન્દ્ર ગૌડને પણ તપાસ કમિટીમાં નીમવામાં આવ્યા છે. SIT આ મામલે તપાસ કરીને 31 જુલાઈ સુધી સરકારને રિપોર્ટ સબમિટ કરશે.
ઉજ્જૈનમાં કરવામાં આવેલી ધરપકડ બાદ વિકાસ દુબેને કાનપુર લઇ જવામાં આવી રહ્યો હતો પરંતુ STFની ગાડીને અકસ્માત નડ્યો હતો અને પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ દુબેએ એક પોલીસકર્મીની બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસ પર ફાયરીંગ કરીને ભાગવાની કોશિશ કરી હતી. જવાબી ફાયરીંગમાં તેને ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે વિકાસ દુબેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.