કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં વધી રહેલી બેરોજગારીના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતને મોટો ફટકો પડી શકે છે. ટ્રમ્પે H1-B વિઝા પર 31-ડિસેમ્બર 2020 સુધી રોક લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં નોકરીના સપના જોતા લોકોને ફટકો પડી શકે છે. જેમાં સૌથી મોટુ નુક્સાન ભારતીયોને થશે.
જણાવી દઈએ કે, અમેરિકાની કંપનીઓમાં કામ કરવા માટે વિદેશીઓને મળનારા વિઝાને H1-B વિઝા કહેવાય છે. આ વિઝાને એક નિશ્ચિત સંખ્યા સુધી જાહેર કરી શકાય છે. આ સિવાય ટ્રમ્પે H4 (H1B વિઝા ધારકના પતિ/પત્ની) વિઝા પર પણ વર્ષના અંત સુધી રોક લગાવી છે.
અમેરિકામાં કામ કરવા માટે H1-B વિઝા પ્રાપ્ત કરનારા લોકોમાં સૌથી વધુ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ હોય છે. એવામાં વિઝા પર રોક લગાવાથી સૌથી વધુ નુક્સાન ભારતીયોને થશે તે નક્કી છે. જો કે એવું પણ મનાય છે કે, નવી વિઝા પોલિસીથી હાલ વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરનારા લોકો પર કોઈ અસર નહીં થાય.